મોદી સ્કૂલને ક્ધઝયુમર ફોરમની લપડાક: વ્યાજ સમેત ફી પાછી ચૂકવો

 રાજકોટના એક જાગૃત વાલીએ ‘સફેદ જૂઠ’ને પડકાર્યું અને ગ્રાહક તકરાર નિવારણ ફોરમે દૂધનું દૂધ જેવું સત્ય તારવી પણ આપ્યું ગુજરાત બોર્ડમાં 15,25,30 હજારની ‘ફી’ના વિવાદ વચ્ચે વગર જોડાણે સીબીએસઈના નામે એલકેજીમાં જ વસૂલાઈ હતી રૂા.39400 સત્ર ફી દલીલનો મોદી અંદાજ: એલ.કે.જી.માં અભ્યાસ કરતા હોય તેમને સીબીએસઈના કોઇ કોર્સ સાથે લાગતું વળગતું જ નથી ફોરમને તાર્કિક ઉધડો: જો એમ જ હોય તો પછી ‘ફી’ની રીસિપ્ટ પર ‘સીબીએસઈ એફિલિએશન’ લખવાની જરૂર શું પડી!? રાજકોટ તા,13
સ્વનિર્ભર શાળાઓએ 15,25,27, હજાર (હવે ધવીને 15,25,30) ની મર્યાદામાં જ ફી વસૂલવી એવા સરકારી વિધેયકની અમલવારી હજૂ અધ્ધરતાલ છે ત્યારે સી.બી.એસ.ઈ. કોર્સમાં તો લોઅર કે.જી.માં જ ફકત એક સત્રની ફી જ રૂા.39400 જેટલી ઉંચી વસૂલાઈ રહી છે, અને એમાં પણ અમૂક શાળા તો સી.બી.એસ.ઇ. એફિલિએશન વિના જ જોડાણ હોવાના નામે તકરટ ચલાવતી હોવાનો ઘટસ્ફોટ એકા’દ-બે વર્ષ પહેલાં થયો હતો. એ સમયે પોતે છેતરાયાનું અનુભવીને એક વાલીએ રાજકોટની વી.જે. મોદી સ્કૂલ સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ઘા નાખી હતી, જે કેસમાં ફોરમે મોદી સ્કૂલને હુકમ કર્યો છે કે ‘ફી’ની રકમ વ્યાજ સહિત વાલીને પરત કરવી; એટલું જ નહીં, માનસિક ત્રાસનું વળતર પણ ચૂકવી આપવું.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા હિમાંશુભાઇ કુંભાણીએ પોતાના પુત્ર અંશ કુંભાણીને વી.જે. મોદી સ્કૂલ (150 ફૂટ રિંગ રોડ)ના એલ.કે.જી.માં પ્રવેશ અપાવ્યો હતો. એ વખતે તેમને કહેવાયું હતું કે શાળા સી.બી.એસ.ઇ. એફિલિએશન ધરાવે છે. બાદમાં ઘટસ્ફોટ થયો કે ખરેખર એવી કોઇ માન્યતા નથી. તેમણે રજૂઆત કરી પણ પ્રત્યુત્તર ન મળ્યો તેથી ફોજદારી ફરિયાદ કરી હતી. બીજી ટર્મમાં તેમણે બાળકને એ શાળામાંથી ઉઠાડી લીધો અને રૂા.39400ની જે ફી ચૂકવી હતી તે 14 ટકા વ્યાજ સાથે પરત સોંપવા વી.જે. મોદી સ્કૂલ અને વિદ્યાસાગર એજયુકેશન ટ્રસ્ટ વિરુધ્ધ ક્ધઝ્યુમર ફોરમમાં દાવો દાખલ કર્યો હતો. ગ્રાહક સુરક્ષા સમિતિના ઉપપ્રમુખ દરજજે ભૂમકિા પરેશભાઇ પટેલ પણ પક્ષકાર દરજજે ફરિયાદી સાથે જોડાયા હતા. ફરિયાદીએ તેમને થયેલા કાનુની ખર્ચ પેટે વળતરના રૂા.10 હજાર, અભ્યાસમાં ગયેલા નુકસાન બદલ વળતર પેટે રૂા.1 લાખ તથા માનસિક દુ:ખ ત્રાસ બદલ વળતરપેટે રૂા.1 લાખ વસૂલ મળવા અરજીમાં દાદ માગી હતી.
નોટિસ મળતાં મોદી સ્કૂલ અને વિદ્યાસાગર ટ્રસ્ટ વતી જણાવાયું હતું કે આ ફરિયાદનો સમાવેશ ગ્રાહક તકરાર અધિનિયમના વ્યાપમાં નથી પડતો કેમ કે ફરિયાદી અને શાળા-ટ્રસ્ટ વચ્ચે ગ્રાહક-વેપારીના સંબંધો પ્રસ્થાપિત નથી થતા. ઉપરાંત, એલ.કે.જી.ના વિદ્યાર્થીને સી.બી.એસ.ઈ. એફિલિએશનના કોઇ અભ્યાસક્રમ સાથે લાગતું વળગતું નથી. સંસ્થા સીબીએસઈ એફિલિએશન ધરાવે જ છે પણ સગવડ ખાતર વિદ્યાર્થીને ઈશ્ર્વરિયાના બદલે રાજકોટ ખાતે અભ્યાસ કરાવાય છે.
આ કેસમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ શ્રી એમ.વી. ગોહેલ તથા સભ્યો શ્રી એ.પી. જોશી અને શ્રીમતી જે.આઈ. રાવલે તેમના નિર્ણયમાં જણાવ્યું કે એફિલિએશનના અભ્યાસક્રમની માન્યતા ધરાવતા ન હોવા છતા ખોટી રીતે દાખલ કરેલા હોવા અન્વયે ફરિયાદીએ ભરેલી ફીની રકમ પરત માગતા તે ન આપીને સેવા ખામી દર્શાવવામાં આવી છે.
ફોરમે એ પૂરવાર માન્યું કે ફરિયાદીના પુત્રને મોદી સ્કૂલમાં બેસાડ્યો ત્યારે પ્રથમ સત્રની ફી રૂા.39400 વસૂલવામાં આવી અને કહેવાયું કે મોદી સ્કૂલ સીબીએસઈ એફિલિએશનની માન્યતા ધરાવે છે. પરંતુ આ સંદર્ભમાં એવું જાહેર થયેલું કે શાળા આવી કોઇ માન્યતા ધરાવતી ન્હોતી છતાં તે કોર્સ ચાલુ રાખ્યો હોવાથી ફરિયાદીએ ફી પરત માગી તો તેમને શાળા છોડી દેવા માટે મજબૂર કરી દેવાયા હતા.
ઈશ્ર્વરીયા ખાતે જો તેઓ અન્ય સ્કૂલ ધરાવતા હોય તો તેની હકીકત શાળાએ જે-તે વખતે જણાવી નથી અને રીસીપ્ટમાં સીબીએસઈ એફિલિએશનની ફી વસુલ કરી છે. રાજકોટ ખાતેની શાળામાં માન્યતાવાળા હુકમ અન્વયે કોઇ અભ્યાસક્રમ લગત સુવિધા ન્હોતી છતાં રાજકોટ ખાતે કોર્સ ચાલુ રાખ્યાનું પણ રેકર્ડ પર પૂરવાર થાય છે.
ફોરમે એમ પણ ઠરાવ્યું કે ઘડીભર એમ માની લેવાય કે એલ.કે.જી.ના અભ્યાસક્રમમાં આવી કોઇ જોગવાઈ ન હોય તો પણ રીસીપ્ટમાં સી.બી.એસ.ઈ. એફિલિએશન એવા શબ્દો લખાયેલા છે; જો ખરેખર એલ.કે.જી. માટે કોઇ આવી શરત ન હોય તો ફીની પહોંચ પર આવા શબ્દો લખવાનું કોઇ કારણ ઉત્પન્ન થતું ન્હોતું.
આ કેસમાં મોદી સ્કૂલને હુકમ કરાયો છે કે ફરિયાદી (હિમાંશુભાઇ કુંભાણી)ને રૂા.39400 અરજી દાખલ થયા તારીખ (29/4/17)થી વાર્ષિક 9 ટકા ચડત વ્યાજ સાથે 30 દિવસમાં ચૂકવી દેવા તેમજ માનસિક દુ:ખત્રાસના વળતરપેટે રૂા.2 હજાર અને અરજી ખર્ચના રૂા.1 હજાર ચૂકવી આપવા. મોદી સ્કૂલ વતી રજૂ થયેલો કાયદાનો આધાર ફગાવી દેવાયો, કેમ કે... વી.જે. મોદી સ્કૂલ અને વિદ્યાસાગર એજયુકેશન ટ્રસ્ટ વતી એડવોકેટ આર.બી. ગોગિયાએ 2000(1) એસ.સી.સી. 66 મુજબ કાયદાનો આધાર રજૂ કરાયો હતો, પરંતુ ફોરમે તારણ કાઢ્યું કે એ કિસ્સામાં સુપ્રીમ કોર્ટના રવનીતસિંઘ બગા વિરુધ્ધ કે.એલ.એમ. રોયલ ડચ એરલાઈન્સના ચુકાદાની વિગતે પક્ષકારો વચ્ચે જે તકરાર હતી તે મુજબ ફરિયાદીને એરલાઈન્સવાળાએ સમયસર પહોંચાડ્યા ન્હોતા તેથી તે તેમના કનેકશનમાં આવતી ફલાઈટ ચૂકી ગવયા હતા અને આ તકરાર ઉભી ગઇ હતી. પરંતુ, હાલના કેસની હકીકત તદન ભિન્ન પ્રકારની હોવાથી એ ચૂકાદાની હકીકત સામાવાળા (મોદી સ્કૂલ)ને મદદરૂપ થઇ શકે તેમ નથી. ગ્રાહક તકરાર નિવારણ ફોરમના મહત્વપૂર્ણ તારણો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (ન્યુ દિલ્હી) તરફથી પડધરીના ઈશ્ર્વરીયા ગામે મોદી સ્કૂલના નામે પરમિશન ઈશ્યુ થયાનું જણાય છે, જે હુકમમાં સ્કૂલ ચલાવવા માટે પ્રાથમિક જરૂરત કઇ કઇ હોવી જૂએ તે સબંધનું વિગતવાર વર્ણન માન્યતા આદેશમાં જણાવાયું છે, જયારે ફરિયાદીને અપાયેલી પહોંચમાં કોઇ છાપેલા લેટરપેડ પર આ સ્કૂલનું સરનામું લખેલું નથી.
જે સ્કૂલનું લીવિંગ સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે તેમાં પણ મોદી સ્કૂલ ઈશ્ર્વરીયા લખેલું છે તેથી પ્રથમ દર્શનીય રીતે બાળકને રાજકોટ ખાતે અભ્યાસર્થે રાખવામાં આવેલ તે જગ્યાએ સીબીએસઈ એફિલિએશન સ્કૂલ ન્હોતી, તેમજ માન્યતાના આદેશ અન્વયેની કોઇ સગવડ પણ ન્હોતી છતાં તે કોર્સની ફી વસૂલ કરાઈ હતી.
ફરિયાદીએ તેના પુત્રના અભ્યાસાર્થે મોદી સ્કૂલને ફી ભરી હતી અને સ્કૂલવાળા તેને ભણાવતા હતા તે સંજોગોમાં ગ્રાહક તથા સર્વિસ પૂરી પાડનારના સંબંધ રેકર્ડ પર પૂરવાર થાય છે. વાલીની ધરપકડ કરતી પોલીસ શાળા સંચાલકો પાસે ઘૂંટણીયે
કાયદાનો ભંગ કરનાર શાળા સંચાલક સામે કેમ કાર્યવાહી નહી? પાઠક સ્કૂલના સંચાલક સાથે ફી મામલે ઉગ્ર દલીલ કરનાર વાલીની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ તેના વિરુધ્ધ પોલીસે ફરિયાદ નોંધી અને ધરપકડ પણ કરી તેનાથી પોલીસની નમાલી નીતિ અને તંત્રના બેવડાં ધોરણ ફલક પર આવી ગયા છે.
વાલીની ભાષા સામે વાંધો હોઇ શકે પરંતુ તર્ક તો એ જ હતો કે સરકારે નક્કી કર્યા મુજબની જ ફી ચૂકવાશે, તેથી વધુ નહીં. જયારે કે ફી મગાતી હતી ડબલથી પણ વધુ! સરકારે ફી વિધેયક બહાર પાડ્યું છતાં સ્વનિર્ભર શાળાઓના અનેક સંચાલકો તેનો અમલ નથી કરતા. અનેકનો વિવાદ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં ‘અંતિમ નિર્ણયને આધિન’ એવા બહાને જો વધુ ફી બન્ને સત્રથી વસૂલાતી જ રહેતી હોય તો એ જ તર્ક પર ફી વસૂલી હાલ મોકૂફ પણ કેમ ન રહે તેવો પ્રશ્ર્ન વાલીગણમાં ચર્ચાઈ રહ્યો છે. સરકારની શંકાસ્પદ નીતિ અને શિક્ષણતંત્રની ઢીલના પાપે જ અમુક શાળાએ અનેક બોર્ડ પરીક્ષાર્થીને હોલ ટિકીટ આપવામાં પણ અખાડા કરીને ફી માટેની પઠાણી ઉઘરાણી કરી નાક દબાવ્યું તેનું કાંઇ નહીં? કાયદાનો એ બધી રીતે ભંગ કરનારા સંચાલકો સામે કેમ કોઇ કાર્યવાહી નહીં? એ પ્રશ્ર્નો નિરૂત્તર છે.